બાળતસ્કરીનો ભોગ બનનાર બાળકનું Policeએ પરિવાર સાથે કરાવ્યું મિલન, સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 12:17:29

થોડા સમય પહેલા એક બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો હતો. સીસીટીવી મારફતે એક બાળ તસ્કરીનો આંતરરાજ્ય કૌભાંડ સામે આવ્યો હતો. જેમાં કાર્યવાહી કરવામાં આવી તો પોલીસને ખબર પડી કે એક છોકરો રાજસ્થાનનો છે. ગુજરાત પોલીસે રાજસ્થાન માહિતી પહોંચાડી કે તમારે ત્યાંથી બાળક ગુમ થઈ ગયું હતું તે અમારા રાજ્યમાં છે તેમના માતા પિતા સાથે આવી જાવ. રાજસ્થાન પોલીસ બાળકના પિતા અને દાદીને સાથે લઈને દાહોદ પહોંચ્યા હતા અને દાદીએ ચાર વર્ષ બાદ પૌત્રનું મોઢું જોયું તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. 

બાળક મળશે તેવી પરિવારે છોડી દીધી હતી આશા 

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મા અને બાળકનો સંબંધ જ અનન્ય છે તેને દુનિયામાં પેદા થયેલા મોટા કવિઓ પણ વર્ણન કરવા અસમર્થ થયા છે. એમાંય જો દાદા દાદી હોય તો એવું કહેવાય કે મુડી કરતા વ્યાજ વ્હાલુ હોય, અહીં મુડી એટલે દિકરા અને વ્યાજ એટલે પૌત્ર. એ પૌત્ર દાદીની પાસે હોય તો તો સારી વાત કહેવાય પણ વર્ષો બાદ ખોવાયેલા પૌત્રનું મોઢું દાદી જુએ તો તેના દ્રશ્યો કંઈક આવા હોય છે. જુઓ આ દ્રશ્ય દાદી હરખના આંસુએ રડી રહ્યા છે કે ચાર વર્ષ બાદ તેમને પોતાના ખોવાયેલા દીકરાનું મોઢું જોવા મળ્યું છે. એ આસ ખોઈ બેઠા હતા કે હવે તે ક્યારેય તેમના પૌત્રનું મોઢું નહીં જોઈ શકે આજે એ તેમના ખોળામાં રમતો હતો. 

સીસીટીવીએ ખોલ્યો હતો બાળતસ્કરીનું કૌભાંડ

વાત એમ છે કે બે દિવસ પહેલા ગુજરાત પોલીસે સીસીટીવી મારફતે બાળતસ્કરીમાં એક મહિલા અને પુરુષને પકડ્યા હતા. જેની તપાસ થતા ખબર પડી કે પુરુષ અને સ્ત્રી આંતરરાજ્ય કૌભાંડ ચલાવે છે અને લગ્ન કર્યા વગર સાથે રહે છે. દાહોદ પોલીસે બંનેની પૂછપરછ કરતા ખબર પડી હતી કે બાળકોમાંથી એક બાળક જોધપુરથી ચોરી કરવામાં આવ્યું હતું. આથી ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાળકને તેમના મા બાપથી ભેટો કરાવ્યો હતો. 


પોલીસે ચોકલેટ અને બિસ્કીટ આપી બાળકને વિદાય આપી 

દાહોદ બી ડિવિઝન પોલીસે મહિલા અને પુરુષને ઝડપ્યા ત્યારે ખબર પડી કે તેમણે ત્રણેય બાળકો અલગ અલગ રાજ્યોમાંથી પકડ્યા હતા અને ત્રણેય પાસે ભીખ મગાવતા હતા. પછી પોલીસે બંને લોકોને પકડી લીધા હતા અને જેલ ભેગા કરી દીધા હતા. આ છોકરાનું અપહરણ 2019માં જોધપુરમાંથી કરવામાં આવ્યુ હતું અને ત્યાંથી ગુજરાત લઈ આવવામાં આવ્યું હતું. પોલીસે બાળકને ચોકલેટ અને બિસ્કિટ આપીને પોતાના ઘરે વિદાય આપી હતી. દાદી અને દિકરાને મળ્યા બાદનો જે કરૂણ ઘટના થઈ હતી તે જોઈ પોલીસના આંખમાં પણ ઝળઝળિયા આવી ગયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?