અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા બેઠક માટે ભરશે ઉમેદવારી ફોર્મ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-13 14:39:18

આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડવાના છે. ત્યારે મળતી માહિતી મુજબ તેઓ 16 નવેમ્બરના રોજ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે અમિત શાહ પણ હાજર રહેશે. 

Ahmedabad: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું  આયોજન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત | TV9 Gujarati

અમિત શાહની હાજરીમાં ભરશે ઉમેદવારી ફોર્મ 

ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમિત શાહની હાજરીમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે અમિત શાહ ગુજરાતમાં આવી પ્રચાર કરશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?