ગુજરાતના મુખ્યમંત્રીએ લીધી અંતરિયાળ વિસ્તારની મુલાકાત, બાળકો સાથે કર્યું મધ્યાહન ભોજન તો સ્થાનિકો સાથે કર્યો સંવાદ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-07 10:26:28

આપણે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના શિક્ષણ એને આરોગ્યને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. શિક્ષણની તેમજ આરોગ્ય વિભાગની લથડતી પરિસ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છીએ. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. અનેક અધિકારીઓ શાળાની સરપ્રાઈઝ વિઝીટ લેતા હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની, આંગણવાડીની ગઈકાલે મુલાકાત લીધી હતી. ત્યાંની પરિસ્થિતિ તેમજ ત્યાં લોકોને પડતી મુશ્કેલી અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અંતરિયાળ વિસ્તારની શાળા,આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત

કહેવાય છે કે સારું શિક્ષણ તેમજ સારી આરોગ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો હક હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંને વિભાગોમાં થતાં છબરડાને શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ચર્ચામાં રહે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર પાસેના ગામોની મુલાકાત લીધી હતી. પહેલા મુખ્યમંત્રીએ કુકરમુંડાના ડાબરીઆંબા ગામે પહોંચીને ગામમાં કાર્યરત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને દૂધ મંડળીની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ કરી ગ્રામજનો સાથે વાત!

ગામની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે SMC કમિટીના સભ્યો સાથે સીધી વાત કરી જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ગામના સરપંચને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી.​​​​​​​તેમજ ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે સીધી વાત કરી અને અને સમસ્યાઓ કહી ત્યાર બાદ ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પહોંચીને આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો.


બાળકો સાથે સીએમે કર્યું મધ્યાહન ભોજન 

તે બાદ મુખ્યમંત્રી અમૃત સરોવર પાસે પહોંચ્યા અને ગ્રામજનો, અગ્રણીઓ સાથે વાત કરી. અને પછી કુકરમુંડા ખાતે નવનિર્મિત આઈ.ટી.આઈ બાંધકામનું નિરીક્ષણ કરીને નિઝરના રૂમકીતલાવ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન મધ્યાહન ભોજનની પંગતમાં બેઠા, બાળકો સાથે વાતચીત કરી અને ભોજન પણ કર્યું હતું. જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખુબ સુંદર છે.

બધુ સારૂં જ છે તેમ માનીશું તો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે!   

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોતાના ac વાળા રૂમથી બહાર ગ્રાઉન્ડ પર જશો તો ખરી વાસ્તવિક્તા શું છે તે ખ્યાલ આવશે. અનેક સ્થાનિક નેતાઓ આવું કરતાં હોય છે. સરપ્રાઇઝ વિઝીટ લઈ વાસ્તવિક પરિસ્થિતિને સમજાવાનો પ્રયત્ન કરતા હોય છે. દરેક નેતાએ અને અધિકારીએ આવું કરવું જોઈએ. જ્યાં સુધી બધુ સારું છે તેવું માનતા રહીશું ત્યાં સુધી સુધારો આવવાનો નથી પોતાની ઓફિસથી બહાર નિકળીને આંતરીયાળ વિસ્તારોમાં તેમજ ગામોની મુલાકાત લેવામાં આવશે,  ત્યાંના લોકોની પીડાને સમજાવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે કોઈ બદલાવ આવી શકશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?