ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂસ્ખલન થવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જોશીમઠની પરિસ્થિતિને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રની ટીમે પણ લીધી સ્થળની મુલાકાત
જોશીમઠમાં જમીન ધસી રહી છે. જેને કારણે લોકોને ઘર ખાલી કરવા પડી રહ્યા છે. ત્યાં રહેતા લોકોને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જોશીમઠની પરિસ્થિતિ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રીની તેમજ કેન્દ્ર સરકારની નજર રહેલી છે. ઘરમાં તિરાડો પડવાને કારણે ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. કેન્દ્રની ટીમે પણ જોશીમઠની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક
જોશીમઠમાં પ્રભાવિત થયેલા લોકો માટે ઉત્તરાખંડ સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે. જોશીમઠને લઈ ભવિષ્યમાં કઈ યોજના બનાવી ઉપરાંત જોશીમઠને ફરી વિકસીત કરવું તે અંગે ચર્ચા કરવામાં માટે કેબિનેટ બેઠક બોલાવી છે. રાહત પેકેજ પણ સરકાર જાહેર કરી શકે છે. નવું જોશીમઠ ક્યાં વસાવું તે અંગે પણ તંત્ર સ્થળ શોધી રહ્યું છે.