આ રાજ્યના મુખ્યમંત્રીએ બદલ્યું નહેરૂ પાર્કનું નામ! સીએમના પુત્રના નામથી ઓળખાશે પાર્ક, જાણો કયા રાજ્યની છે આ ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-20 15:41:03

જે રાજ્યમાં ભાજપની સરકાર હોય ત્યાંના સ્થળોનું નામ બદલવામાં ન આવે તે વાત થોડી અજીબ લાગશે. અનેક રાજ્યોની જગ્યાનું નામકરણ થઈ ગયું છે. ભાજપ સરકારની સૌથી મોટી સિદ્ધિઓ જો ગણવામાં આવે તો જગ્યાઓના નામ બદલવામાં લગભગ તેમણે મહારત હાંસલ કરી લીધી છે. આ વાત એટલા માટે કહેવાઈ રહી છે કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તો નેહરુ પાર્કનું નામ પોતાના દીકરાના નામે જ રાખી દીધું છે. 


દીકરાના નામ પર રાખ્યું પાર્કનું નામ!   

અનેક એવી જગ્યાઓ છે જેનું નામ ભાજપ સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે. થોડા સમય પહેલા દિલ્હી ખાતે આવેલા નહેરૂ મ્યુઝિયમનું નામ બદલવામાં આવ્યું હતું. મ્યુઝિયમનું નામ બદલી પ્રધાનમંત્રી મ્યુઝિયમ કરવામાં આવ્યું છે. પીએમના નામે હવેથી ઓળખાશે. આ વાત તો જૂની થઈ ગઈ પરંતુ હવે ફરી એક જગ્યાનું નામ બદલી દેવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે નહેરૂ પાર્કનું નામ બદલી દીધું છે. દીકરાના નામ માટે જાણે પાર્કનું નામ બદલી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કાર્તિકેય અને કુણાલએ સીએમના દીકરાના નામ છે. જેના નામ પર કથિત રીતે પાર્કના નામ રાખવામાં આવ્યા છે એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. 


નહેરૂ પાર્કનું બદલાયું નામ!

મધ્યપ્રદેશના બુધનીમાં આ પાર્ક છે તેવી વિગતો મળી છે. બુધની એટલે એ જ વિસ્તાર જ્યાંથી શિવરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય છે. ત્યાંના પાર્કનું નામ મોટા દીકરા કાર્તિકિયના નામ પર રાખી દેવામાં આવ્યું છે. થોડા સમય પહેલા કાર્તિકેય પાર્કનું નામ નેહરુ પાર્ક હતું. આ મામલો સામે આવતા કોંગ્રેસ સમર્થિત સાંસદ અજયસિંહે વિરોધ ઉઠાવ્યો હતો. જો કે સામે ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે જવાબ રજૂ કર્યો હતો. 


કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ! 

કોંગ્રેસના નેતાએ સવાલો કર્યા હતા કે શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય કુણાલે મહારાષ્ટ્ર માટે શું યોગદાન આપ્યું છે? તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિનું નામ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જવાહરલાલ નેહરુ સામે કાર્તિકેય કુણાલની શું વિસાત?


ભાજપે આપ્યો જવાબ!

કોંગ્રેસ સવાલ કરે અને ભાજપ ચૂપ રહે તેવું શા માટે બને? ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો હતો કે ત્યાંના રહેવાસી લોકોએ નામકરણ કર્યું  છે તો કોંગ્રેસને તકલીફ ન હોવી જોઈએ. ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે દેશભરમાં સાર્વજનિક સ્થળોના નામ એક જ પરિવારના નામ પરથી છે તો કોંગ્રેસે એકવાર આ મામલે વિચારવું જોઈએ. ત્યારે આ મામલે તમારૂં શું કહેવું છે એ કમેન્ટમાં જણાવો.  

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?