વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ ફરી એક વખત મુસીબત સર્જી છે. વિશ્વમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોરોનાના વધતા કેસને લઈ બેઠક યોજી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં એક નિર્ણયો લેવાઈ શકે છે. કોરોના અંગે પ્રતિબંધો વધી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલ આરોગ્ય સુવિધાને લઈ ચર્ચા કરશે
ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો ન આવે તે માટે બેઠકો કરવામાં આવી રહી છે. વધતા કેસ પર નિયંત્રણ રાખવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી હતી. જેમાં અનેક નીતિનિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધતા કોરોના કેસને લઈ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન સીએમ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરશે તેમજ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરશે.
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ
દિલ્હીમાં કોરોના કેસ અંગની વાત કરીએ તો બુધવારે કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત થઈ ગયું હતું. ઉપરાંત દિલ્હીમાં કોરોનાના 27 એકટિવ કેસ છે. વધતા કોરોના કેસને જોતા દિલ્હીના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા દિલ્હી સરકાર સજ્જ છે કે નહીં તે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે.