થોડા દિવસોથી ભારત અને ચીન વચ્ચે એલએસી પર વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘમાસાણ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા હતા. આ બધા વચ્ચે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારત 1962 પછી ભારત પોતાની જમીન ચીનથી નથી બચાવી શક્યું. પરંતુ વડાપ્રધાન મોદીના આવ્યા પછી ન્યુ ઈન્ડિયામાં આવી ઘટના નહીં બને. પીએમ મોદીના આવ્યા પછી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યું છે.
પોતાના સંબોધનમાં 1962નો ઉલ્લેખ કર્યો
અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ માય હોમ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું યાંગ્શી સેક્ટરનો વિધાયક છું, જ્યાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઘમાસાણના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 1962માં યાંગ્શી સેક્ટરમાં એક મેજરની સાથે માત્ર 60-70 સૈનિકોની ટુકડી હોતી હતી. જેને કારણે ચીનને હુમલો કરવાનો મોકો મળ્તો હતો. અફસોસ કરતા સીએમ ખાંડુએ કહ્યું કે 1962માં આપણે ચીન સામે થયેલા યુદ્ધમાં પરાજય મળી. 1986માં ચીને ભારત પાસેથી 10થી 20 કિલોમીટરનું ક્ષેત્ર છીનવી લીધું હતું.
આ કારણથી અરૂણાચલ ભારતનો હિસ્સો બન્યો
ઈતિહાસને પણ પોતાના સંબોધનમાં તેમણે યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે 1914માં જવાહરલાલે શિમલા સમજોતો કર્યો જેમાં તવાંગ સહિત સમગ્ર અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનવામાં આવ્યો હતો. આઝાદી બાદ સરદાર પટેલે મેજર બાબ કટિંગને સીમા પર ધ્વજ ફરકાવા મોક્લ્યા હતા. પરંતુ તે ધ્વજ ફરકાવે તે સમય દરમિયાન સરદાર પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે અરૂણાચલ પ્રદેશના ગવર્નરે આ અંગે પુષ્ટિ કરવા જવાહરલાલ નહેરૂએ આ સ્થાન પર ધ્વજ ફરકાવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આ જગ્યા લઈ અમારે શું કરવાનું છે. નહેરૂની આ ટિપ્પણી બાદ પણ મેજરે ત્યાં ધ્વજ ફરકાવ્યો જેને કારણે અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો બન્યો.