દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં અનેક લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે. પરંતુ આ ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. ફટાકડાને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, તેનો ખ્યાલ આપણને નથી આવતો. દિવાળીના સમયે ફોડાતા ફટાકડાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકોની સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી.
ફટાકડા ન ફોડવાની લીધી શપથ
દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ઝેરી બની રહી છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે Air quality indexમાં પણ વધારો થાય છે. દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ એકદમ વધી જતું હોય છે. જેને કારણે દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી લીધો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ વાયુ પ્રદૂષણ ન વધે તે માટે પ્રયાસ કર્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકો સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી. મહારાષ્ટ્ર સરકારનો આ પ્રયાસ બીરદાવા લાયક છે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી પણ છે. ત્યારે આવા નાના પ્રયાસોથી પર્યાવરણની જાળવણીમાં ફરક પડી શકે છે. આપણને પણ આપણી જવાબદારી સમજીને પર્યાવરણ બચાવવામાં યોગદાન આપીએ.