અમદાવાદ અકસ્માત બાદ શરૂ થયેલું ચેકિંગ માત્ર ચાર દિવસ ચાલ્યું! જો કડકાઈથી ચેકિંગ કરવામાં આવે તો વાંધો શું છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 11:58:45

આપણે ત્યાં જૂની કહેવત છે કે લોઢું ગરમ ત્યારે હથોડો મારવામાં આવે તો તે તેની અસર થતી હોય છે. જે પ્રમાણે આકાર આપવો હોય તે પ્રમાણે તે આકાર આપણે આપી શકીએ છીએ. આ વાત આપણા પર ઘણી રીતે સાચી રીતે ફીટ બેસે છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે ચેકિંગ કરવામાં આવતું હતું. પોલીસ એકદમ એક્શન મોડમાં દેખાતી હતી, ગાડીઓને રોકી લોકોનું ચેકિંગ કરવામાં આવતું હતું પરંતુ તે માત્ર બે દિવસની ચાંદની જેવું હતું! 


નબીરાઓ બીજાના જીવને જોખમમાં નાખે છે!

અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઈસ્કોન ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ત્રણ પોલીસ કર્મીઓ કાળનો કોળિયો બન્યા હતા. રસ્તા પર નબીરાઓ નશાની હાલતમાં ડ્રાઈવ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં નાખે છે પરંતુ બીજાના જીવન સાથે પણ ચેડા કરે છે. 


અકસ્માત સર્જાયા બાદ SOGએ હાથ ધર્યું સઘન ચેકિંગ  

આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. તે સમયે પોલીસ પણ એકદમ એક્ટિવ મૂડમાં દેખાતી હતી. એસઓજીએ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અનેક કેફેમાં ચેકિંગ હાથ ધર્યું હતું ઉપરાંત અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ,થલતેજ તેમજ SG હાઇવે પર સર્ચ ઓપરેશન કરાયું હતું. ડ્રગ્સ તેમજ દારૂના સેવન જેવી પ્રવૃત્તિઓ અટકી જાય તે માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 


મણિનગરમાં નશાની હાલતમાં વ્યક્તિએ સર્જ્યો અકસ્માત  

નબીરાઓ નશાની હાલતમાં ધૂત થઈ અકસ્માત ન સર્જે તેમજ આવી પ્રવૃત્તઓ અટકી જાય તેવા સારા હેતુથી આવું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ જો આવું ચેકિંગ હંમેશા ચાલતું રહે તો કેટલું સારૂ? આવું ચેકિંગ સતત રાખવામાં કોઈ વાંધો ખરો? એવું લાગતું હતું કે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેનાથી આવી પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઘટાડો જોવા મળશે પરંતુ આજે જ્યારે મણિનગરની ઘટના સામે આવી તેણે આશાઓ પર પાણી ફેરવી દીધું. જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં હતો.


થોડા દિવસ સુધી સઘન રીતે ચેકિંગ કરાયું પરંતુ પછી? 

જ્યાં સુધી ચેકિંગ ચાલતું હતું ત્યાં સુધી લોકો સીધા રહ્યા હશે પરંતુ જેમ ચેકિંગની કાર્યવાહી ધીમી પડી તેમ જ નબીરાઓની કરતૂત સામે આવી રહી છે. જો આવી રીતે ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવે તો કોઈ વાંધો ખરો? ઘટનાના ૪ દિવસ સુધી નિયમો તેમજ ચેકિંગ કડકાઈથી થાય છે, પરંતુ થોડા દિવસો વિત્યા પછી પરિસ્થિતિ ઠેરની ઠેર આવીને ઉભી રહી જતી હોય છે. જ્યાં સુધી તમારું ચેકીંગ હોય ત્યાં સુધી લોકો સુધરેલા દેખાય છે પછી બધા એમના એમ.           



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?