એક સમય એવો હતો જ્યારે એવું કહેવાતું હતું કે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવું છે, પરંતુ હમણાંની પરિસ્થિતિ જોતા લાગે છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે..! ગઈકાલે પાંચ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા.. ત્યારે એક તસવીર સામે આવી છે જે ઘણું બધું કહી જાય છે. તે શપથવિધિમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડા બેઠા છે.. પ્રથમ હરોળમાં બેઠેલા નેતાઓ મૂળ કોંગ્રેસના છે, જ્યારે ભાજપના મંત્રીઓને પાછલી હરોળમાં બેસવું પડ્યું છે.
ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ નડ્યો ભાજપને.
ભાજપમાં કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે તે આપણે જાણીએ છીએ.. જ્યારે કોઈ નેતા પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય માણસો પણ કહેતા હોય છે કે થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે.. અને મુખ્યત્વે કેસોમાં બને છે પણ એવું.. ભાજપમાં થતા કોંગ્રેસીકરણને કારણે ભાજપના જ નેતાઓ નાખુશ હોય તેવું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખો નડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..શપથવિધિમાં જ્યારે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો પહોંચ્યા હતા ત્યારે તેમને પોતાની વેદના મોવડી મંડળને કરી હતી તેવી વાત સામે આવી છે..
પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા નેતાઓ રહી જાય અને..
મહત્વનું છે કે જ્યારે જ્યારે બીજા પક્ષમાંથી કોઈ નેતા આવે છે ત્યારે તે સામાન્ય રીતે પદની અપેક્ષા રાખી આવતો હોય છે.. બીજી પાર્ટીમાંથી પદની સારી ઓફર મળી હોય તો જ તે પોતાનો પક્ષ છોડે તેવું આપણે માનીએ છીએ.. પદ માટે પાર્ટીને છોડતા નેતાઓ કઈ પાર્ટીમાં ક્યારે હોય તે નક્કી ના હોય... ગમે ત્યારે નેતાઓ પક્ષ પલટો કરી લેતા હોય છે.. મહત્વનું છે કે જે નેતાઓ, કાર્યકર્તાઓ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા હોય છે તે પદથી દૂર રહે છે જ્યારે બીજા પક્ષમાંથી આવેલા, પક્ષપલટુંઓ મંત્રીપદ, સત્તા મેળવી જલસા કરે છે.. ત્યારે સામે આવેલી તસવીર વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..