કેન્દ્ર સરકારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને પોતાના અનુગામીનું નામ આપવા પત્ર લખ્યો છે. દેશના CJI યુયુ લલીતનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેના પછી કોણ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનશે તેનું નામ આપવા માટે કેન્દ્ર સરકારે યુયુ લલીતને નામ આપવા માટે ભલામણ કરી હતી.
નિવૃત થયા પહેલા અનુગામીની કરવાની હોય છે ભલામણ
ભારતના ન્યાયમૂર્તિઓ અને સુપ્રીમ કોર્ટના જજના MoP એટલે કે મેમોરેન્ડમ ઓફ પ્રોસેજર ઓફ એપોઈન્ટમેન્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી પોતાના અનુગામી વિશે ભલામણ કરવા માટે જાણ કરી હતી.
યુયુ લલીત એક મહિના બાદ નિવૃત થઈ જશે
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને નિવૃત થવામાં હવે એક મહિનાનો જ સમય બાકી છે ત્યારે તેમના અનુગામી કોણ થશે તે મામલે પ્રશ્ન છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીતને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 27 ઓગસ્ટે શપથ અપાવ્યા હતા. દેશના પૂર્વ ન્યાયમૂર્તિ એનવી રમન્ના 26 ઓગસ્ટના રોજ નિવૃત થયા હતા ત્યાર બાદ યુયુ લલીતે CJI તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.