સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. અનેક લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા કોરોના વેક્સિન લગાડવામાં આવી હતી. ભારતમાં પણ વેક્સિન લેવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કરોડો લોકોએ વેક્સિન લીધી હતી. પરંતુ અનેક લોકો વેક્સિન લીધા બાદ મોતને ભેટ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના રસીની આડઅસરથી કોઈનું મૃત્યુ થાય તો સરકાર તે માટે જવાબદાર નથી.
સરકારે વેક્સિનને લઈ હાથ ઉંચા કર્યા
કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવા વેક્સિન લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન લેવા માટે અનુરોધ પણ કરવામાં આવતો હતો. પરંતુ વેક્સિન લીધા બાદ અનેક લોકોના મોત પણ થયા હતા. ત્યારે હાલ રસી મુકાવ્યા બાદ બે યુવતીના મોત થયા હતા. મૃતકોને વળતર ચુકવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી હતી જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે બધું જાણ્યા પછી પણ રસી લે છે અને તેમને પરેશાની થાય, તો સરકારને દોષિત ના ઠેરાવી શકાય. કોરોના રસી લીધા બાદ કોઈનું મોત થાય છે તો સરકાર જવાબદાર નથી.
વેક્સિન લેવું ફરજિયાત ન હતું - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ
દેશમાં ધીરે ધીરે કોરોના કેસના આંકડા ઘટી રહ્યા છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના વેક્સિન લઈ કોરોના કેસ પર નિયંત્રણ લાવવા સરકારે પ્રયાસ કર્યો હતો. વેક્સિન લેવા લોકોને જાગૃત પણ કરાયા હતા. પરંતુ કોરોના કેસ ઘટતા સુપ્રીમ કોર્ટના વેક્સિન લીધા બાદ મૃત્યુ પામનાર લોકોને વળતર ચુકવવાની અરજી કરવામાં આવી હતી. જે બાદ સરકારે વેક્સિન ફરજીયાત છે તે અંગે યુ-ટર્ન લઈ લીધો હતો. સરકારે એફિડેવિટ રજુ કરતા કહ્યું કે લોકોને રસીની આડઅસરની માહિતી અપાઈ ગઈ હતી. બધુ જાણ્યા બાદ લોકોએ વેક્સિન મુકાવી છે. અને જો એ બાદ લોકોના મોત થાય તો સરકાર તે માટે જવાબદાર નથી. કોરોના રસી લેવી કાયદાકીય રીતે ફરજીયાત કરવામાં આવી નથી.