કેન્દ્ર સરકારે વધુ 14 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ! જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ એપ્લિકેશનની મદદ કરતા હતા પાકિસ્તાનનો સંપર્ક!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-01 15:20:04

ભારતમાં અનેક વખત આતંકવાદી હુમલા થતા રહ્યા છે. જેને લઈ અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આતંકવાદ પર કાબુ મેળવવા ભારત સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે. અનેક કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે 14 મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરી દીધી છે. આ એપ્લિકેશન એ છે કે જેની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કંઈક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.  


અનેક એપ્લિકેશનને કરાઈ બ્લોક!

આતંકવાદને નાબુદ કરવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આતંકવાદીને નાબુદ કરવા કેન્દ્ર સરકારે અનેક એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા જે મોબાઈલ એપ્લિકેશનને રદ્ કરવામાં આવી છે તેમાં ક્રાયપવાઈઢર, એનિગ્મા, સેફસ્વિસ, વિકરમે, મીડિયાફાયર, એલિમેન્ટ, સેકન્ડ લાઈન, જાંગી, થ્રેમા વગેરે સામેલ છે. 


એપ્લિકેશનના માધ્યમથી આતંકવાદીઓ કરતા હતા સંપર્ક!

મળતી માહિતી અનુસાર આતંકવાદી સંપર્ક કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.  એજન્સીઓ આ એપ્લિકેશન પર નજર રાખતી હતી. એજન્સીની ચેનલો તેમજ એપ્લિકેશન પર નજર રાખતા હતા. એક વાતચીત એજન્સીની નજરે આવી જે બાદ એપ્લિકેશન વિશે ખબર પડી. એપ્લિકેશનના અનેક ફિચર એવા હતા જેને ટ્રેક કરવામાં મુશ્કેલી થતી હતી. જે બાદ એપ્લિકેશનને બેન કરવામાં આવી હતી.   

   

થોડા સમય પહેલા અનેક એપ્લિકેશન કરાઈ હતી બ્લોક!

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ભારતે ચીનની અનેક એપ્લિકેશનને બ્લોક કરી દીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ સમાન ગણાતી એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. ગયા વર્ષે લગભગ 250 જેટલી ચીનની એપ્લિકેશનને સરકાર દ્વારા બેન કરવામાં આવી હતી. જેમાં ટિકટોક, શેયરિટ, વીચેટ, હેલો, યૂસી ન્યુઝ જેવી અનેક એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હવે વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?