Coaching Center માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ, સરકારે 16 વર્ષથી નીચેના બાળકોના એડમિશન પર લગાવી રોક, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-19 12:27:31

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી પોતાના જીવનને ટૂંકાવી દીધું હોય. પ્રાઈવેટ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી સહિતના નિયમો જાહેર કર્યા છે. ગાઈડલાઈન અનુસાર કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીને એડમિશન ન આપવાનું જણાવવામાં આવ્યું છે. અનેક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જો તેનું પાલન નહીં થાય તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ગાઈડલાઈન્સ!

NEET તેમજ JEE સહિતની પરીક્ષાની તૈયારી કરવા માટે અનેક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર જતા હોય છે. સારૂ કેરિયર બનાવવા માટે તે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે પરંતુ અનેક કિસ્સાઓ એવા હોય છે જેમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવના શિકાર થઈ જતા હોય છે. એટલું બધુ પ્રેસર વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે કે તે અંતે જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ આત્મહત્યા કરવાનું પસંદ કરે છે. આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓને જોતા કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને જો તે નિયમોનું પાલન નહીં થાય તો દંડ ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.


શું છે નવા નિયમો? 

જે નોટિફિકેશન આપવામાં આવ્યા છે તે પ્રમાણે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને એડમિશન હવેથી નહીં આપવામાં આવે. તેમનું એડમિશન 12માંની પરીક્ષા પાસ કર્યા બાદ પણ તેમને એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે દરેક કોર્સના ટ્યુશન ફી નક્કી કરવા પડશે. કોઈ પણ કોર્સની ફી વચ્ચે નહીં વધારી શકાય., સાથે સાથે તેમને રસીદ પણ આપવી પડશે. ગાઈડલાઈન્સમાં એવો પણ ઉલ્લેખ છે કે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર ખોલવા માટે પરમિશન લેવી પડશે. હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત એનઓઈસી હોવી જરૂરી છે. જો પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 25000નો દંડ ફટકારવામાં આવશે અને જો બીજી વખત નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 1 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?