TET-TATના ઉમેદવારોએ કહાણી રૂપે વ્યક્ત કરી વ્યથા! જે લખ્યું છે તે કદાચ દરેક ઉમેદવાર પોતાની સાથે કનેક્ટ કરી શકશે...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-08 17:26:51

પોતાની પીડાને વ્યક્ત કરવા માટે અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ માધ્યમો TET-TATના ઉમેદવારો અપનાવી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે જઈ સરકારને રજૂઆત કરવાની કોશિશ કરી હતી તો કોઈ વખત અનેક પત્ર લઈ પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક કહાની રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદના રજૂ કરી છે. 


ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે કરાર આધારિત ભરતીનો વિરોધ 

ગુજરાતના ભાવિ શિક્ષકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.અલગ અલગ માધ્યમોથી ઉમેદવારો સરકાર સમક્ષ પોતાની વાતને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના જીવનના અનેક વર્ષો તેમણે શિક્ષક બનવાની તૈયારીમાં કાઢી દીધા પરંતુ જ્યારે ભરતીની વાત આવી ત્યારે ઉમેદવારો નાખુશ થઈ ગયા. 


વેદના વ્યક્ત કરવા ઉમેદવારોએ લખી કહાણી! 

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની વાતને રજૂ કરવા માટે અનેક વખત જમાવટની ઓફિસે પણ ઉમેદવારો આવ્યા છે. રજૂઆત કરતા કરતા તેમની આંખો દર્દથી છલકાઈ જતી હતી. ત્યારે હવે એક લખાણ સામે આવ્યું છે જેમાં તેમનું દર્દ વ્યક્ત થઈ રહ્યું છે. એક ભાવિ શિક્ષકની કહાણી છે જેમણે અનેક ડિગ્રીઓ હાંસલ કરી છે. કહાણી રૂપમાં ઉમેદવારોએ પોતાની વેદનાને રજૂ કરી છે. કહાણીની શરૂઆતમાં લખ્યું છે કે 


चलो आज एक कहानी लिखते हैं,

हर एक शिक्षक की जुबानी लिखते हैं.



આખી જે કહાણી લખવામાં આવી છે તેમાં અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ રાજનીતિમાં કોઈ પરીક્ષા નથી લેવામાં આવતી? તમે પણ આવો પરીક્ષા આપી 11 મહિનાના કરાર પર. ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે જે, તે જ લાવે છે શિક્ષણમાં 11 મહિનાના કરારને.... તે સિવાય પણ અનેક મુદ્દાઓનો ઉલ્લેખ ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. 


શું સરકારના નિર્ણયને બદલવામાં ઉમેદવારો સફળ થશે? 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. 11 મહિનાની કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવા ગયેલા ઉમેદવારોને શિક્ષક દિવસે જ દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું. પોલીસ દ્વારા તેમની જે રીતે અટકાયત કરવામાં આવી હતી તેને લઈ ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જોવું રહ્યું કે ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન સરકારના નિર્ણયને બદલવામાં સફળ થાય છે કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી યોજના યથાવત રહે છે તે જોવું રહ્યું.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?