રાજકોટ શહેરના મવડીથી કણકોટ જતી સિટિ બસમાં આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટના બાદ બસના કર્મચારીએ પાણી નાખી આગ બુજાવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ તો ના ઓલવાઈ પણ આગ વધુ વિકરાળ સ્વરૂપ લીધો હતો. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહયો છે.
વિડિયોમાં કઈ ઘટના છે ?
વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસમાં આગ વિકરાળ બની છે અને આખી બસ સળગી ઉઠી છે એ સમયે સિટી બસના કર્મચારી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. ત્યારે બસમાં આગ લાગવાને પગલે લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આગથી બસનું ભડથું થઈ ગયું
!!!!
આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે બસનું માઇન્ટેનએન્સ કરવામાં આવતું
નથી કદાચ તેના કારણે આવી ઘટના બનતી હોય છે. અને આવી ઘટનાઓ ન બને તેના માટે ધ્યાન રાખવું
જરૂરી છે.