Unaના તોડકાંડ પછી ACBએ જે વચેટિયાને પકડ્યો એની પાસેથી મળેલી માહિતી સાંભળીને મગજ કામ નહીં કરે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 13:26:45

આખાય રાજ્યની પોલીસને બદનામ કરતો કિસ્સો આપણે સૌ જાણીયે છીએ કે ઉના પોલીસ સ્ટેશનના પૂર્વ PI ગોસ્વામી અને તેની ટીમ દ્વારા લોકોના કેવી રીતે તોડ કરવામાં આવતા હતા. આ તોડકાંડના કારણે PIનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ પીઆઈના વધુ કથિત કારસ્તાનનો ખુલાસો થયો છે. 

ખાખીના વેશમાં કામ કરતા ગુંડા!

પોલીસ એટલે ચોરોને પકડે અને તેને જેલમાં પુરે એ આપણને બધાને ખબર છે પણ જો પોલીસ જ ચોર અને લૂંટારુ જેવી હરકતો કરવા લાગે તો વિશ્વાસ કોના પર કરવો? ACBએ 30 ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું. જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નીલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતાં તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય. જી હા,,, ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રીતસર પ્રવાસીઓને લૂંટતા હતા. જો કે ACBએ પુરાવાના આધારે પીઆઈ એન. કે. ગોસ્વામી અને ASI નીલેશ મહિયા સામે ફરિયાદ નોંધી છે. જેને લઈને પીઆઈનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે


વાહન રોકી પોલીસે તોડ કર્યા હોવાના આક્ષેપ!

ગુજરાત પોલીસની છાપ ખરાબ કરનાર PI ગોસ્વામીનો વધુ એક કથિત કારસ્તાન સામે આવ્યો છે.કેટલીક તોડબાજ પોલીસ આપણો તોડ એટલા માટે કરતી હોય છે કારણકે કોઈ વ્યક્તિ વાંકમાં હોય પરંતુ જે વ્યક્તિનો કોઈ વાંક જ ના હોય અને તેનું વાહન રોકી પોલીસ તેનો તોડ કરી લે તેવી ઘટના સામે આવી છે. જેમાં કથિત રીતે 20 હજાર રૂપિયાનો પોલીસે તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?