ગઈકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર તકલીફ વગર પહોંચી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરંતું સરતના બાર઼ડોલી તાલુકાના ઉઠરેલ ગામની સીમા પર એક યુવતીનો મૃતહેદ મળી આવ્યો હતો. યુવતી ઘરેથી પરીક્ષા આપવામાં માટે નીકળી હતી પરંતુ ગામની સીમા નજીક ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવી હતી. યુવતીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
ઘણા વર્ષો બાદ રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. થોડા સમય પહેલા પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પેપર ફૂટવાને કારણે પેપર રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને કારણે શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. ત્યારે સુરતના બારડોલીથી એક યુવતીની લાશ મળી આવી હતી. બાવળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
શંકાસ્પદ હાલતમાં મળી આવી યુવતીની લાશ
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે નિકળેલી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.