મહિસાગરમાં મળ્યો યુવકનો મૃતદેહ! ફાંસો ખાધેલી હાલતમાં હોર્ડિંગ્સ પર લટકેલી મળી લાશ, પોલીસે આરંભી તપાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-29 13:31:31

વહેલી સવારે મહિસાગરના બાલાસિનોર શહેરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ રોડ પર એક જાહેરાતના હોર્ડિંગ્સ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ મૃતદેહ અંગેની જાણ પોલીસને કરી હતી. લટકતી લાશ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. હોર્ડિંગ્સ પરથી યુવકની લાશ ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દીધી. સરકારી હોસ્પિટલ ખસેડી યુવક ક્યાંનો છે, કેવી રીતે ત્યાં પહોંચ્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.  


હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે આરંભી તપાસ 

જાહેરાત માટે રસ્તાઓ પર અનેક હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. ત્યારે મહિસાગરના બાલાસિનોરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ હોર્ડિંગ્સ પરથી મળી આવ્યો હતો. શહેરના અમદાવાદ રોડ પર આવેલા હોર્ડિંગ્સ પર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લોકોએ જોયો હતો. મૃતદેહ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ આરંભી છે. મળતી માહિતી અનુસાર યુવક અરવલ્લીનો હોય તેવી વાત સામે આવી હતી. મૃતદેહ કોનો છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં  આવી રહી છે. મૃતકના પરિવારને શોધવાની તજવીજ પોલીસે આરંભી છે. તપાસ બાદ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા?           




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?