ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે પ્રચાર દરમિયાન નેતાઓ એવા નિવેદન આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે પાટણમાં ભાજપના નેતાએ નિવેદન આપ્યું હતું. આ નિવેદન વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મંદિર બનાવવાના હકમાં હોય તેઓ ભાજપને વોટ આપે અને જે મસ્જિદ બનાવાના હકમાં હોય તે કોંગ્રેસને વોટ આપે.
મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? - ભાજપના નેતા
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરેક પાર્ટીના નેતાઓ પ્રચારમાં વ્યસ્ત થયા છે. પ્રચાર દરમિયાન એવા નિવેદનો આપતા હોય છે જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. અનેક વખત પોતાના ભાષણમાં હિંદુ-મુસ્લિમ લઈ આવતા હોય છે. ત્યારે પાટણમાં પાલિકા કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે નિવેદન આપતા કહ્યું કે મંદિર બનાવી છે કે મસ્જિદ બનાવી છે? બોલો ભાઈ, જો તમારે મંદિર બનાવું હોય તો ભાજપને વોટ આપજો અને જો મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસને મત આપજો. આ રેલી પાટણના ઉમેદવાર રાજુલ દેસાઈનો પ્રચાર કરવા આ રેલી યોજાઈ હતી.
અનેક વિવાદીત નિવેદન થઈ રહ્યા છે વાયરલ
ચૂંટણી સમયે આવા અનેક વિવાદીત નિવેદનો સામે આવતા હોય છે. થોડા દિવસો પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મહાદેવને અને અલ્લાહને એક ગણાવ્યા હતા. જેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું. ત્યારે આ વખતે આ નિવેદનને કારણે પણ વિવાદ સર્જાઈ શકે છે.