ભાજપના નેતાએ ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ આપ્યું ચોંકાવનારુ નિવેદન! નિવેદન આપતા કહ્યું 'TMCનું ષડયંત્ર છે ઓડિશા ટ્રેન અકસ્માત, ટેપ થયા રેલ્વે અધિકારીઓના ફોન'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 10:09:15

થોડા દિવસો પહેલા ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 250 જેટલા લોકોના મોત થયા હતાં જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે. સીબીઆઈ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટીએમસી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. નેતાએ બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતને તૃણુમુલ કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું છે. શુભેન્દુ અધિકારીનું કહેવું છે કે સીબીઆઈની તપાસમાં આ હકીકત બહાર આવવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ રેલવે અધિકારીના ફોન ટેપ કર્યા હતા.

  

ઘટનાને લઈ ભાજપના નેતાએ ટીએમસી પર લગાવ્યો આરોપ!

રાજનીતિનું સ્તર દિવસને દિવસે નીચે જઈ રહ્યું છે એવી વાતો અનેક વખત કરવામાં આવે છે. ઘટનાની ગંભીરતાને ન જોતા માત્ર રાજનીતિ કરવા, પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એવા નિવદેનો આપે છે જે આ વાતને સાચી સાબિત કરી દે છે. થોડા દિવસો પહેલા ઓડિશામાં બનેલી દુર્ઘટનાને લઈ મૃતકોના પરિવારજનો શોકમાંથી નીકળી પણ શક્યા નથી ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના નેતાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ ઘટનાને ટીએમસીનું કાવતરૂ ભાજપના નેતાએ ગણાવ્યું છે.   


CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? - સુવેન્દુ અધિકારી

આ ઘટના અંગે શુભેન્દુ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે 'આ ઘટના ટીએમસીનું કાવતરું છે. CBI તપાસથી મમતા બેનર્જી કેમ ડરે છે? અકસ્માત અન્ય રાજ્યમાં થયો હતો, તો મમતા બેનર્જી તપાસથી કેમ ડરી રહ્યા છે? તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીએ પોલીસની મદદથી રેલવેના બે અધિકારીઓના ફોન ટેપ કર્યા. બે અધિકારીઓ વચ્ચેની વાતચીત વિશે તેને કેવી રીતે ખબર પડી? વાતચીત કેવી રીતે લીક થઈ તે પણ તપાસનો વિષય છે. સીબીઆઈ તપાસ દરમિયાન આની પણ તપાસ થવી જોઈએ, નહીં તો હું કોર્ટમાં જઈશ.' ત્યારે શું ખરેખર આ સમય આવી રાજનીતિ કરવાનો છે? પાર્ટી તેમજ નેતાઓ દ્વારા આ પ્રકારના આરોપો લગાવવા શું ઉચિત છે?   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..