2024 રાજકીય રીતે ઘણું મહત્વનું વર્ષ માનવામાં આવે છે. અનેક દેશોમાં ચૂંટણી યોજાઈ અને અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે. ભારતમાં પણ આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. 14-15 માર્ચ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે કે 2019ની જેમ આ વખતે પણ 7 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.
દર પાંચ વર્ષે આપણે ઉજવણીએ છીએ લોકશાહીનો પર્વ!
તહેવારો સામાન્ય રીતે દર વર્ષે આવતા હોય છે. પરંતુ લોકશાહીનો પર્વ પાંચ વર્ષે એક વાર આવે છે. પાંચ વર્ષે લોકોને એ અધિકાર મળે છે કે તે પોતાના જનપ્રતિનિધીને પસંદ કરી શકે. પાંચ વર્ષે લોક મતદાતાઓ મતદાન કરે છે અને દેશમાં સરકાર બને છે. 2019માં આપણે લોકશાહી પર્વ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ આપણે લોકશાહીનો પર્વ ઉજવવાના છીએ. આ વર્ષે લોકસભા ચૂંટણીનું આયોજન થવાનું છે.
સાત તબક્કામાં થઈ શકે છે ચૂંટણીનું આયોજન
ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોની મુલાકાત ચૂંટણી પંચની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાંની મુલાકાત ચૂંટણી પંચે લીધી છે. ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે એ બધા વચ્ચે એવી માહિતી સામે આવી કે 14-15 માર્ચની વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી સંભાવનાઓ છે.