છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. પેસેન્જરો દ્વારા કરવામાં આવતી હરકતને કારણે ફ્લાઈટ હેડલાઈન્સમાં આવતી હોય છે. ત્યારે મુંબઈ પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે. વાત એમ છે કે વિસ્ટારા ફ્લાઈટના કર્મચારીઓએ એક વ્યક્તિને ફોન પર હાઈજેકિંગની વાત કરતા સાંભળ્યા હતા. આ વાત સાંભળતા કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મળતી માહિતી અનુસાર તે પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.
ફોન પર હાઈજેકિંગની વાત કરતો હતો વ્યક્તિ
હાઈજેકિંગ, આ શબ્દ સાંભળતા જ આપણી આંખોની સામે અનેક ફિલ્મોના સીન આવી જતા હોય છે. એવી અનેક ફિલ્મો છે જેમાં આ પ્રકારના સીન બતાવવામાં આવ્યા છે. ત્યારે એક વ્યક્તિ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટને હાઈજેક કરવાની વાત ફોન પર કરી રહ્યો હતો. એરપોર્ટ પર ઉભેલા વિસ્ટા ફ્લાઈટના કર્મચારીએ આ વાત સાંભળી લીધી અને આ વાત અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરી. દિલ્હી આ મામલે ત્વરીત એક્શન લેવામાં આવ્યા. પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં પણ લઈ લીધો. તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી કે તે વ્યક્તિ માનસિક રીતે નાદુરસ્ત છે અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી છે..
ફ્લાઈટથી અનેક વખત સામે આવી છે ઘટના
મહત્વનું છે કે ફ્લાઈટમાં થતી ઘટનાઓ ઘણા સમયથી ચર્ચામાં આવી રહી છે. ઘણા સમય પહેલા નશામાં આવેલા પેસેન્જરે પોતાની બાજુમાં બેઠેલા મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય થોડા દિવસ પહેલા ફ્લાઈટના ટોઈલેટમાં બેસી એક વ્યક્તિએ સીગેરટ પીધી હતી. તે સિવાય પણ પેસેન્જરો વચ્ચે થતી મારપીટ સહિત એવી અનેક ઘટનાઓ સામે આવી છે જે ચર્ચાનો વિષય બનતી હોય છે.