ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ, સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું, અંબાલાલ પટેલે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-16 17:28:06

રાજ્યમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીની અસર સ્પષ્ટ અનુભવાય છે. વહેલી સવારે અને સાંજના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિ છેલ્લા 15 દિવસથી વર્તાઈ રહી છે, પરંતુ રવિવારે દિવાળીના દિવસથી દિવસ દરમિયાનનું તાપમાન પણ ઘટ્યું હોવાથી ઠંડીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે.


22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, હવે ધીમે-ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધવા લાગશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવશે. 22 નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. ધીમે-ધીમે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટવા લાગશે. અલનીનોની અસર પણ રહેશે. 22 ડિસેમ્બર પછી ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. જેના કારણે ભારે ઠંડી પડશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં 5 ફેબુઆરીથી ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાનું શરૂ થશે.


હજુ ઠંડી વધશે


હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે આ વર્ષે હાંડથીજાવતી ઠંડી પડે તેવું અનુમાન છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, આથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરૂ થયા છે, જેના કારણે લઘુતમ તાપમાન ગગડી રહ્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ગગડીને 13 ડીગ્રી નોંધાયું છે. જોકે ઠંડા પવનો જ્યાં પણ સ્થિર થાય છે એ વિસ્તારનું તાપમાન નીચું આવે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ ચાલુ વર્ષે શિયાળાની ઋતુ પર પણ અલ-નીનોની અસર જોવા મળી રહી છે.


સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું


રાજ્યમાં ઠંડીની સ્થિતી પર એક નજર કરીએ તો એક સપ્તાહમાં તાપમાન 2થી 3 ડીગ્રી ઘટયું છે. જોકે રાજ્યમાં સૌથી વઘુ ઠંડી નલિયામાં અનુભવાય છે.એક સપ્તાહમાં નલિયાનું લઘુત્તમ તાપમાન 5 ડીગ્રી ઘટ્યું છે, તેથી નલિયાનું લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 17 ડીગ્રી નોંધાયું છે. અન્ય શહેરનું તાપમાન પણ ઘટીને 17થી 22 ડીગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાજના જણાવ્યા પ્રમાણે દિવાળીના દિવસથી દિવસ દરમિયાન તાપમાન ઘટ્યું છે. હાલમાં દિવસ દરમિયાન 29થી 31 ડીગ્રી તાપમાન રહે છે, જ્યારે સાંજ પછી 17થી 18 ડીગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા ઘણા દિવસોથી સાંજનું તાપમાન 18 ડીગ્રી આસપાસ યથાવત્ રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?