Dharm : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે માતાજીના આ સ્વરૂપની પૂજા, જાણો કયું નૈવેદ્ય અને મંત્રથી કરવું જોઈએ માતાજીનું પૂજન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 11:56:53

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં ચાર નવરાત્રી વર્ષ દરમિયાન આવતી હોય છે બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી છે. ચૈત્ર અને આસો નવરાત્રી આપણે ત્યાં વધારે પ્રચલિત છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવતી હોય છે. માતા શૈલપુત્રીને નવ દુર્ગાનું પ્રથમ રૂપ માનવામાં આવે છે... 

માતા શૈલપુત્રીની પૂજા થાય છે નવરાત્રીના પ્રથમ દિવસે 

નવરાત્રી એટલે શક્તિની ઉપાસના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપોની આરાધના કરવાનો વિશેષ મહિમા આપણે ત્યાં રહેલો છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો શૈલપુત્રીને પર્વતરાજની પુત્રી કહેવામાં આવે છે. હિમાલયના પૂત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. 


માતાજીની ઉત્પત્તિ પાછળનો શું છે ઈતિહાસ?  

જો માતા શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રી વૃષભ પર સવારી કરે છે. પ્રચલિત દંતકથાઓ અનુસાર પહેલા શક્તિએ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ પિતાનું ઘર માની સતી આમંત્રણ વિના જ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું. પોતાના પતિનું અપમાન સ્વીકાર કરી ન શક્યા. જેને કારણે તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારે શંકર સાથે મિલન કરવા શક્તિએ દેવી પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને કારણે તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાય છે.      


કયાં મંત્રથી કરવી જોઈએ માતા શૈલપુત્રીની આરાધના 

એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન જો માતાજીની આરાધના ભક્તિભાવથી કરવામાં આવે છે તો તેનું ફળ અવશ્ય મળે છે. શૈલપુત્રીને સફેદ રંગ અતિશય પ્રિય હોય છે. પ્રથમ દિવસે ગાયનું ઘી પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતા શૈલપુત્રીનો બીજ મંત્ર - ह्रीं शिवायै नम:, આ મંત્રથી માતા શૈલપુત્રીની કરવી જોઈએ પૂજા - ओम देवी शैलपुत्र्यै नमः, જ્યારે શૈલપુત્રીનો આ છે ધ્યાનમંત્ર - वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જમાવટ પરિવાર તરફથી આપ સૌને ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામના... 


(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...