ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! Kutchના Gandhidhamના આ અડ્ડામાં દેશી દારૂની તો રેલમછેલ છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 16:50:47

ગુજરાતમાં દારૂબંધી છે તે વાક્ય જ્યારે લખીએ અથવા તો કહીએ છીએ ત્યારે હસવું આવે છે... કારણ કે આપણી સમક્ષ દારૂના અડ્ડાના અનેક વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. માત્ર જગ્યા બદલાય છે... અમે જ્યારે વિસ્તાર લખીએ કે વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે ત્યારે લોકો કમેન્ટમાં કહેતા હોય છે કે આવા અડ્ડા તો અનેક જગ્યાઓ પર ચાલે છે. ત્યારે દેશી દારૂના અડ્ડાનો વીડિયો કચ્છના ગાંધીધામથી સામે આવ્યો છે. ખુલ્લામાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે કદાચ પોલીસની રહેમ નજર હેઠળ!

આવા દેશી દારૂના અડ્ડા અનેક જગ્યાઓ પર ધમધમી રહ્યા છે....!

કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો જેમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર પણ છે. અડ્ડા પર ના માત્ર દારૂ મળી રહ્યો છે પરંતુ તેની સાથે ચવાણું પણ આપવામાં આવે છે. આ વીડિયો ભલે ગાંધીધામનો હોય પરંતુ આખા ગુજરાતમાં આવા દેશી દારૂના અડ્ડા જોવા મળતા હોય છે. અવાર નવાર આપણી સામે આવા વીડિયો આવતા હોય છે જે દારૂબંધી કાયદાનો અમલ કેટલો થાય છે તે બતાવતા હોય છે...       

 

   

પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોય છે દેશી દારૂના અડ્ડા!   

અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચો મારે છે... ગુજરાત માટે જ્યારે ડ્રાય સ્ટેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દીમાગમાં આવે કે જો ડ્રાય સ્ટેટમાં આટલો બધો દારૂ વેચાતો હોય તો પછી આ કાયદાનો મતલબ શું? ગુજરાતના અનેક ભાગોમાં, અનેક નહીં મુખ્યત્વે ભાગોમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય. ખુલ્લામાં દારૂ વેચાતો હોય અને તો પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.. પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે કારણ કે અનેક વખત પોલીસને ખબર હોવા છતાંય કોઈ પગલા નથી લેવામાં આવતા. પગલા એટલા માટે નથી લેવામાં આવતા કારણ કે અડ્ડા પરથી પોલીસ સ્ટેશનમાં હપ્તો પહોંચે છે..! જો કાર્યવાહી કરવામાં આવે તો હપ્તાઓ બંધ થઈ જાય અને ભ્રષ્ટાચાર બંધ થઈ જાય..!   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?