ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે... અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના આધારે ચાલે છે, એટલે ત્યાં એક જ શિક્ષક છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા આંદોલન કરવામાં આવ્યા. આ બધા વચ્ચે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ જ્ઞાનસહાયક ફોન પર વાત કરી રહ્યા છે અને બીજી તરફ પ્રફુલ પાનસેરિયા છે.. ઓડિયો ક્લીપમાં જ્ઞાનસહાયક પગાર ક્યારે મળશે તે સવાલ પૂછી રહ્યા છે...
અનેક વખત જોયા છે એવા દ્રશ્યો જેમાં....
છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે વાત આપણે જાણીએ છીએ. શિક્ષકોની ઘટનો મુદ્દો અનેક વખત વિધાનસભામાં પણ ગુંજ્યો છે. સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું, ગાંધીનગર ખાતે પ્રદર્શન કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ઉમેદવારોને અટકાવાઈ દેવાતા.. એવા દ્રશ્યો પણ આપણે જોયા છે જેમાં ઉમેદવાર અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થતું હોય.
વાતચીતનો ઓડિયો વાયરલ
ટેટ ટાટ પાસ ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભાવિ સુરક્ષિત નથી તે વિદ્યાર્થીઓના ભાવિને કેવી રીતે સુરક્ષિત કરી શકે? જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે જેમાં પ્રફુલ પાનસેરિયા અને જ્ઞાનસહાયક વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત છે. જ્ઞાનસહાયક પ્રફુલ પાનસેરિયાને પૂછી રહ્યા છે કે પગાર ક્યારે કરવામાં આવશે...?