દર્શકોને પસંદ આવી રહ્યું છે સાઉથની ફિલ્મ હનુમાનનું ટીઝર, તમે જોયું ફિલ્મનું ટીઝર?


  • Published By :
  • Published Date : 2022-11-23 12:45:57

એક બાદ એક સાઉથની ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ત્યારે વધુ એક સાઉથની મુવીનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. તાજેતરમાં જ પ્રશાંત વર્માની ફિલ્મ હનુમાનનું ટીઝર લોન્ચ થયું છે. ટીઝર લોન્ચ થતા આ ફિલ્મને આદિપુરુષ સાથે સરખાવામાં આવી રહી છે. પૌરાણીક કથાઓના સૌથી શક્તિશાળી ભગવાન એવા હનુમાનજીથી પ્રેરણા લઈ આ ફિલ્મને બનાવવામાં આવી છે.

ટીઝર જોયા બાદ દર્શકો જોઈ રહ્યા છે ફિલ્મની રાહ

આ ફિલ્મમાં પણ વધારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેજા સજ્જા મુખ્યભૂમિકામાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે તેજા સજ્જાની એન્ટ્રી થાય છે. અને ટીઝરનો અંતમાં રામ નામનું સ્મરણ કરતા હનુમાનજીથી થાય છે. ટીઝરને જોયા પછી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ શકે છે.

Image

Image

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે થઈ રહી છે સરખામણી 

આ ફિલ્મનું ટીઝર જ્યારથી રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મની તુલના પ્રભાસની સુપરહિટ ફિલ્મ આદિપુરુષ સાથે થવા લાગી હતી. આ ફિલ્મમાં તેજા સજ્જાની એન્ટ્રી એકદમ ધમાકેદાર છે. આ ફિલ્મના પોસ્ટરમાં તેઓ ગદા લઈને દેખાય છે. આ પહેલા પ્રશાંત વર્માએ સુપરહિટ ફિલ્મો લઈને આવ્યા છે. આ વખતે હિંદુ ધર્મથી પ્રેરાઈ તો હનુમાન ફિલ્મ લઈને આવ્યા છે.    




વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?