પાકિસ્તાનમાં થોડા સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રધાનમંત્રીને લઈ, પાકિસ્તાનમાં કોની સરકાર બનશે તેને લઈ પ્રશ્નો થયા હતા. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફે શપથ લીધા છે. શાહબાઝ શરીફને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું તે "શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન." શહબાઝ શરીફે વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેમને પીએમ તરીકેના શપથ લેવડાવ્યા હતા.
પીએમ મોદીએ પાઠવ્યા શહબાઝ શરીફને અભિનંદન!
અટલ બિહારી વાજપૈયી કહેતા હતા કે આપણે મિત્ર બદલી શકીએ છીએ પરંતુ પાડોશી નહીં. વાત સાચી પણ છે આપણે ત્યાં કહેવાય છે કે પહેલો સગો પાડોશી. ભારતના પાડોશી મિત્રો સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાન સાથે કેવા સંબંધો છે તે આપણે જાણીએ છીએ. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ લીધા છે. સોમવારે તેમણે શપથ લીધા છે અને પીએમ મોદીએ તેમને પીએમ બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. એપ્રિલ 2022માં શહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારે પણ પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. શહબાઝ એવા સમયે પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળી રહ્યા છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા એકદમ બેહાલ થઈ રહી છે.