રેલવે પ્રોજેક્ટ માટે થતા વાર્ષિક બજેટ ફાળવણીમાં કરાયો વધારો! જાણો રેલવે બજેટને લઈ પરિમલ નથવાણીએ શું કર્યા પ્રશ્ન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-03 17:45:44

બે દિવસ પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. દરેકની નજર તે બજેટ પર હતી. રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવે છે. રેલવે બજેટને લઈ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્રીય રેલવે મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. 


ગુજરાતમાં આવતા આંશિક/સંપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધીને 2014-23 દરમિયાન 186 કિ.મી. પ્રતિ વર્ષ થયો છે, જે અગાઉ 2009-14ના ગાળામાં 132 કિ.મી. પ્રતિ વર્ષ હતો. 2 ફ્રેબ્રુઆરી 2024ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી.   

Home | Parimal Nathwani

ક્યાં કેટલા કરોડનો કરાયો ખર્ચ? 

જો વિગતવાર વાત કરીએ તો, 01 એપ્રિલ, 2023ના રોજ આંશિક/સંપૂર્ણપણે ગુજરાત રાજ્યમાં આવતા રૂ. 30,789 કરોડનો ખર્ચ ધરાવતા 3,200 કિ.મી. કુલ લંબાઈ ધરાવતા 36 રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ જેમાં 6 નવી લાઈન, 18 ગેજ રૂપાંતરણ અને 12 ડબલિંગ સહિતના આયોજન/ મંજૂરી/ નિર્માણના તબક્કે છે, જેમાંથી 735 કિમી લંબાઈના પ્રોજેક્ટ્સ માર્ચ 2023 સુધીમાં રૂ. 6,113 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરી દેવાયા છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા 1,677 કિ.મી. સુધીની કુલ લંબાઈના રેલવે પ્રોજેક્ટ્સ 2014-23ના ગાળા દરમિયાન કાર્યાન્વિત કરી દેવાયા છે, જ્યારે આ આંક 2009-14ના સમયગાળામાં 660 કિ.મી.નો હતો. વર્ષ 2014 પછીથી, ભારતીય રેલવેમાં પ્રોજેક્ટ્સ માટે ફંડની ફાળવણી તેમજ કાર્યાન્વિત થવાના આંકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...