ભરતીને લઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 5200થી વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. આ જે માહિતી છે તે સૂત્રો પાસેથી મળેલી માહિતી છે.
કાર્યક્રમ અંગે કરવામાં આવી જાહેરાત!
વિવિધ ભરતી અંગેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. અનેક ભરતીઓ GSSSB દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. વિવિધ ભરતીઓ અંગેની વાત કરીએ તો ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે.
શું રહેશે પરીક્ષાના નિયમો?
મળતી માહિતી અનુસાર પરીક્ષાને લઈ નિયમોની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યમાંથી કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. મળતી માહિતી અનુસાર 1 માર્ચથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.