Jamnagarમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો ચરમસીમા પર! PoonamBen Madamને કરવો પડ્યો વિરોધનો સામનો, જામજોધપુર બાદ હવે ધ્રોલમાં વિરોધ, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 13:04:56

આપણે સાંભળ્યું છે કે કરે કોઈ અને ભરે કોઈ.. મતલબ કોઈના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે..આ વાત જામનગરમાં જાણે સાચી સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે... ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું પરષોત્તમ રૂપાલાએ અને સૌથી વધારે વિરોધ જામનગરમાં જોવા મળી રહ્યો છે.. પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજના લોકોએ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં વિરોધ કર્યો હતો..ધ્રોલમાં તો સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ઘૂસી ગયા હતા અને 'રૂપાલા' હાય હાયના નારા લગાવ્યા હતા. 

પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો 

એક તરફ ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે... જેટલો વિરોધ કદાચ પરષોત્તમ રૂપાલાનો નહીં થયો હોય તેટલા વિરોધનો સામનો જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે.. થોડા સમયથી જામનગરથી વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સભા સ્થળ પર ક્ષત્રિય સમાજના લોકો પહોંચી રહ્યા છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.. 


પૂનમબેન માડમના રોડ-શોમાં થયો વિરોધ 

જામનગરમાં પૂનમબેન માડમને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે... જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેન માડમને ક્ષત્રિય સમાજના લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.. ધ્રોલમાં યોજાયેલી સભામાં અનેક ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.. મળતી માહિતી અનુસાર 100થી વધારે યુવાનોની અટકાયત કરવામાં આવી છે.. 



યુવાનોએ લગાવ્યા હાય હાયના નારા...!

પોલીસ દ્વારા ચૂસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ તો પણ પૂનમબેન માડમની ગાડી સુધી ક્ષત્રિય સમાજના યુવાનો આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.. ક્ષત્રિય સમાજના યુવાનોએ 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યા હતા.  નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો.



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...