ગુજરાતમાં થોડા દિવસોથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો નીચે આવતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે જેમાં અમદાવાદમાં ઠંડી હવાનો પણ અનુભવ થશે. આબુમાં થોડા સમય બાદ શૂન્યએ તાપમાન પહોંચી શકે છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
અનેક શહેરોમાં વધશે ઠંડીનું પ્રમાણ
ધીરે-ધીરે શિયાળાની ઠંડીનો રાજ્યમાં અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે અનેક શહેરોમાં થવાનો છે. આગામી દિવસોમાં તાપમાન હજી નીચે જઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ઠંડા પવનને કારણે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ડીસા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદમાં પણ ઘટી શકે છે તાપમાન
પોષ મહિનાની શરૂઆત થતા ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. ડિસેમ્બર, જાન્યુઆરીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. અનેક શહેરોમાં તાપમાન નીચે જવાને કારણે વધારે ઠંડીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવનાર 48 કલાકમાં તાપમાન ઘટી શકે છે.