અમદાવાદની હવા પણ બની રહી છે પ્રદૂષિત, લોકોને પડતી શ્વાસ લેવામાં તકલીફ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-20 11:45:05

દિવસેને દિવસે એર પોલ્યુશનમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની હવાનું સ્તર સતત ઘટી રહ્યું છે તો અમદાવાદ પણ આ માર્ગ પર અગ્રેસર છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. એક્યુઆઈ 150ને પાર મોટા ભાગના વિસ્તારોમાં પહોંચી ગયો છે. પીરાણા પાસે સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું હતું. ચાંદખેડામાં 142 એક્યુઆઈ, રાયખંડમાં 221 એક્યુઆઈ, બોપલમાં 159 એક્યુઆઈ નોંધાયું છે. શહેરમાં વધતું પ્રદુષણ ચિંતાનો વિષય બન્યો છે.


એર ક્વોલિટી ઘટતા વધ્યું પ્રદૂષણ 

અમદાવાદ શહેરનું પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. પ્રદૂષણ વધતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એર ક્વોલીટી ઈન્ડેક્સ ચિંતા જનક સપાટી પર પહોંચ્યો છે. અમદાવાદનું એક્યુઆઈ 232 પર પહોંચ્યું છે. સૌથી વધુ ખતરનાક હવા પીરાણાની છે. પીરાણાનું એક્યુઆઈ 345 આસપાસ નોંધાયું છે. તો નવરંગપુરા વિસ્તારનું એક્યુઆઈ 190 નોંધાયું છે. ચાંદખેડાનું એક્યુઆઈ 252 નોંધાયું છે. 


અમદાવાદની હવા બની ઝેરી 

સામાન્ય રીતે એક્યુઆઈનો આંકડો 200ની નીચે રહેવો જોઈએ. જો 200ની ઉપર આંકડો જાય તો હવાની ક્વોલિટી poor ગણાય. 300ને પાર આંકડો જાય તો very poorની સ્થિતિ ગણવામાં આવે છે. અમદાવાદની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. વાહનોને કારણે હવામાં પ્રદૂષણ વધુ ફેલાઈ રહ્યું છે. શિયાળાના સમયે એર ક્વોલિટી ઈન્ડેક્સ પર વધારે અસર થતી હોય છે. ગુજરાતની હવા શ્વાસ લેવા જેવી હવે રહી નથી. ગુજરાતના ચાર શહેરો એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. રાજકોટમાં 115 એક્યુઆર નોંધાયો છે. સુરતનું એક્યુઆર 100 નોંધાયું છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?