એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પૈસાબ કરી લીધો હતો. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ફ્લાઈટ ન્યુયોર્કથી દિલ્હી આવી રહી હતી. તે વખતે નશામાં ઘૂત વ્યક્તિએ 70 વર્ષીય મહિલા પર પેસાબ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી શંકર મિશ્રાની બેંગ્લુરૂથી ધરપકડ કરી લીધી છે.
#WATCH | Air India passenger urinating case of Nov 26: Accused S Mishra brought to IGI police station. He was arrested by Delhi police from Bengaluru last night.
— ANI (@ANI) January 7, 2023
He will be produced before a court today. pic.twitter.com/7wwZPbPOb1
નશામાં ઘૂત થઈ મહિલા પર કર્યો હતો પેસાબ
આજકાલ ફ્લાઈટમાં એવા એવા બનાવો બની રહ્યા છે જે વિચારવા મજબૂર કરે છે. થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવકે બાજુમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર નશામાં ધૂત થઈ પેસાબ કરી લીધો હતો. આ ઘટના બાદ મહિલાએ એરઈન્ડિયાને પણ જાણ કરી હતી. કંપનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હતી અને શંકર મિશ્રાને બેંગ્લુરુથી ઝડપી લેવામાં આવ્યો છે.
ઘટના બાદ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો
પોલીસ ફરિયાદ થતા તેમજ કિસ્સો સામે આવતા આરોપી સતત પોાતનું લોકેશન બદલતો રહેતો હતો. આરોપી એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો પરંતુ આ ઘટના બાદ તેને કંપનીમાંથી કાઠી મૂકવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી લીધો હતો. આ કેસમાં એરઈન્ડિયાના પાયલટ અને કો પાયલટ સહિતના સહકર્મીઓને સમન્સ પણ પાઠવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા હતા.
બેંગ્લૂરુથી થઈ આરોપીની ધરપકડ
આરોપીનું અંતિમ લોકેશન બેંગ્લુરૂ હતું. તે બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે આ લોકેશન ઉપરથી આરોપીની શોધ કરી હતી. 3 જાન્યુઆરીએ શંકર મિશ્રાનો ફોન એક્ટિવ હતો અને જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યો છે.