થોડા દિવસ પહેલા પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફાયરિંગ કોણે કર્યું તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે એક જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.
આ મામલે કરવામાં આવી સઘન તપાસ!
આ મામલે એસએસપીએ જણાવ્યું કે પોલીસ આ ઘટનાને લઈ કડક કાર્યવાહી કરી રહી હતી. પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તે દરમિયાન પોલીસ દ્વારા આ ઘટનાને પોતાની નજરે જોનાર દિસાઈ મોહનની કડક પૂછપરછ કરવામાં આવી હતી. કડક પૂછપરછ કરાતા દિસાઈ મોહને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો હતો. જેમાં દિસાઈએ કહ્યું કે વ્યક્તિગત કારણોને કારણે તેણે આ હુમલો કર્યો હતો. ચાર જવાનોની હત્યા કરવા માટે પહેલા બંદૂક ખરીદી, અને પછી ચાર જવાનોને મારી નાખ્યા હતા.
સીસીટીવી ફૂટેજના આધારે મળ્યા પૂરાવા!
આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેની મદદથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ પોલીસે આગળ વધારી હતી. સીસીટીવીમાં સામે આવ્યું કે આ ઘટના બની તે પહેલા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કૈંટ એરિયાની આસપાસ એવું કોઈ ન હતું જે જવાનોને મારવાની ઘટનાને અંજામ આપી શકે. તપાસ દરમિયાન એટલું તો સામે આવ્યું હતું કે હુમલો કરનાર અંદરથી જ આવ્યો હતો. જે બાદ આ ઘટનાને પોતાની નજરે જોનાર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે બે વ્યક્તિ સફેદ કપડા પહેરી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ વાતને ધ્યાનમાં રાખી આરોપી વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.