અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે છત્તીસગઢમાં એક ભયંકર અકસ્માત થયો છે જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે એક બાળકીની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે સર્જાયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બોલેરોના ભૂક્કા બોલી ગયા હતા.
બોલેરો અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં થયા 10 લોકોના મોત!
બુધવાર રાત્રે છત્તીસગઢમાં એક ભયંકર રોડ અકસ્માત થયો હતો જેમાં ટ્રક અને બોલેરો વચ્ચે ટક્કર થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ટક્કર એટલી ભયાનક હતી કે આ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. આ તમામ લોકો ધમતારી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક કર્યો વ્યક્ત!
આ અકસ્માતમાં બોલેરોની હાલત એકદમ ભયંકર થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મરનાર એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તેમજ ઘાયલ બાળકી સારી થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.