અમદાવાદમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની ગાડીથી 10 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા, 10 નિર્દોષ લોકોના મોત થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં ફરી ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ અકસ્માત સર્જ્યો છે. આનંદનગર રોડ નજીક આવેલા ટાઈટેનિટમ સિટી સેન્ટર મોલ પાસે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કાર ચાલકે બે રિક્ષાવાળાને અડફેટે લીધા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર મળ્યા નથી. અમદાવાદ સિવાય આણંદમાં પણ અકસ્માત સર્જાયો છે.
આનંદનગર નજીક સર્જાયો અકસ્માત
તથ્ય પટેલ વાળો અકસ્માત દરેકને યાદ હશે. 10 નિર્દોષ લોકોને તથ્ય પટેલે અડફેટે લીધા હતા અને અકસ્માતમાં ભોગ બનેલા 10 લોકોના મોત થઈ ગયા હતા. રાજ્યમાં જાણે અકસ્માતની વણઝાર હોય તેવું લાગી રહ્યું છે. તથ્ય જેવો અકસ્માત ફરી એક વખત અમદાવાદમાં જોવા મળ્યો છે. આનંદનગર રોડ નજીક સર્જાયેલા અકસ્માત અંગેની વાત કરીએ તો એક કાર ચાલકે એક ટેમ્પો, ગાડી તેમજ બે રિક્ષાને પોતાની અડફેટમાં લીધી હતી. મહત્વનું છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે નથી આવ્યા. પરંતુ મહત્વનું છે કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.
ગઈકાલે અકસ્માતને કારણે થયા હતા અનેક લોકોના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. અનેક લોકોના મોત આ અકસ્માતોને કારણે થતાં હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માત એટલે કે તથ્યકાંડ બાદ અનેક અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે જ બે અકસ્માતો થયા હતા જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. એક અકસ્માત બનસકાંઠામાં થયો હતો જ્યારે બીજો અકસ્માત ભરૂચ નજીક થયો હતો. પહેલા અકસ્માતમાં દાદા અને પૌત્રનું મૃત્યુ ઘટના સ્થળ પર થયું હતું જ્યારે બીજા અકસ્માતમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બે ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ગાડીમાં સવાર લોકોના મોત થઈ ગયા હતા.
નિર્દોષ વ્યક્તિઓએ બનવું પડતું હોય છે અકસ્માતનો ભોગ
મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હશે. અનેક હસતા રમતા પરિવાર વિખેરાયા હશે. કોઈ વખત બીજા દ્વારા કરવામાં આવતી ભૂલની સજા કોઈ બીજા વ્યક્તિને ચૂકવવી પડતી હોય છે. સોશિયલ મીડિયા પર રોલો પાડવા માટે લોકો સ્ટંટ કરતા હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને કારણે કોઈ વખત અકસ્માત સર્જાય છે અને ભોગ સામાન્ય વ્યક્તિ બને છે. ઝડપની મજા બીજા માટે મોતની સજા સાબિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.