ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ લખ્યું - આ વખતે ઈમાનદાર સરકાર બનાવવા સૌ ગુજરાતીઓ મક્કમ છે!!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-22 16:10:04

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં ઉતરી છે. આપ પણ પોતાનો પ્રચાર કરવામાં પાછી નથી પડી રહી. સોશિયલ મીડિયાનો આપ પણ એકદમ એક્ટિવ થઈ ઉપયોગ કરી રહી છે. ત્યારે આ વખતે ભાજપ માટે એવું ચાલી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી. આ વાતનો ફાયદો રાજકીય પાર્ટી ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં રંગોળીમાં એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીનો લોગો દોર્યો છે.

  

રંગોળીનો ફોટો શેર કરી ભાજપ પર આડકતરી રીતે કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ માટે આ વખતે લોકો કહી રહ્યા છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ  તારી છેલ્લી દિવાળી. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને નિશાન સાધતું ટ્વિટ કર્યું હતું. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં રંગોળી કરવામાં આવે છે. રંગોળીમાં અલગ અલગ ડિઝાઈન કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિએ રંગોળીમાં આપનો લોગોની ડિઝાઈન કરી હતી. જેની આપે ટ્વિટ કરી છે.                     




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...