ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે જ્યારે બાકી રહેલી બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાતમાં જીત મેળવવા કમરકસી છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
પરિવર્તન નક્કી છે - આમ આદમી પાર્ટી
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટીએ પ્રચાર કરવામાં કોઈ કસર નથી રાખી. ત્યારે ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે 8 ડિસેમ્બરે ઝાડુ આવશે, પરિવર્તન લાવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેવું તેમને લાગી રહ્યું છે.
ભાજપે પણ જીતનો આશાવાદ કર્યો છે વ્યક્ત
આ અગાઉ જીતનો આશાવાદ ભાજપે પણ વ્યક્ત કર્યો હતો. ભાજપે કહ્યું કે ગુજરાતમાં કમળ ખીલશે તો આમ આદમી પાર્ટીએ પણ કહ્યું કે ગુજરાતમાં ઝાડુ આવશે. ત્યારે મતદારો કોની તાજપોશી કરશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે.