ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના સરકાર પર પ્રહાર, વીજળી સવારે આપવામાં આવે કરી માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-28 12:46:38

ઈસુદાન ગઢવી અનેક વખત સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે. ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખેડૂતો માટે સવારના સમયે પાણી આપવાની માગ કરી છે. તે સિવાય ભાજપ સરકાર પર ખેડૂતોની જમીન પડાવી લેવા એક કાયદો બનાવ્યો છે તેવા આક્ષેપો કર્યા છે. 


વીજળી સવારે આપવા કરાઈ માગ 

સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારના સમયે ખેડૂતોને પાણી નથી મળતું જેને કારણે રાતના સમયે તેઓ ખેતરમાં જતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા ઠંડીને કારણે ખેડૂતનું મોત થઈ ગયું હતું. આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી છે.  


આમ આદમી પાર્ટીએ કર્યા સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં 5 સીટો જીતી હતી. ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ આક્રામક રૂપમાં દેખાયા છે. સરકાર પર અનેક વખત આકરા પ્રહાર કર્યા છે ત્યારે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. જો માગ નહીં સ્વીકારવામાં આવે તો આગમી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?