અમદાવાદ ખાતે યોજાનારી 36મા નેશનલ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં યોજાનારી આ ગેમ્સને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા અનેક એકેડેમીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બર થી 10 આક્ટોબર સુધી યોજાનારી આ ગેમ્સ ગુજરાત રાજ્યના 8 સ્થળો પર યોજાવાની છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતની જગ્યાઓ પર આ ગેમ્સનું આયોજન થવાનું છે.
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ગેમ્સના થશે શ્રી ગણેશ
પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થવાનો
છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ ગેમ્સની શરૂઆત કરવામાં
આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રમત ગમત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન
કરવામાં આવ્યું છે. ગેમ્સના ઉદ્ધાટનના પ્રસંગે વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓ પણ
હાજરી આપવાના છે.
નવી પેઠીને મળશે પ્રોત્સાહન
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા યોજાયેલી આ બેઠકમાં
સ્પોર્ટસ એસોસિએશન, સ્પોર્ટ્સ કલ્બ અને સ્પોર્ટ્સ એકેડેમીના હોદ્દેદારો ઉપસ્થિત
રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી
રમતોને નજરો-નજર જોવાની તક આજની યુવા પેઠીને મળશે. વેબસાઈટ દ્વારા રમતવીરો પોતાનું
રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વડાપ્રધાન હમેશા રમત-ગમતને પ્રોત્સાહન આપે છે ત્યારે ગુજરાતના રમતવીરો પણ પ્રોત્સાહિત થઈ ખેલ-કુદ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે.