આપ ઉમેદવારોની 10મી લિસ્ટ જાહેર , જોઈલો તમારા ત્યાંથી કોણ છે ઉમેદવાર ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 13:27:36


આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી એક્શન મોડમાં આવી ગયું છે. કાલે આપએ પોતાનો CM ચેહરો જાહેર કર્યો . ઇસુદાન ગઢવી આપના CM પદના ઉમેદવાર છે . ત્યારે આજે આપ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાના છે અત્યાર સુધી 9 લિસ્ટ જાહેર કરી દીધા છે જેમાં 128 ઉમેદવારો જાહેર થયા છે ત્યારે આજે 1 વાગે પત્રકાર પરિષદ યોજી 10મી લિસ્ટ જાહેર કરશે . હવે આ લિસ્ટમાં કોના નામ હશે ?

કાલે આપનો CM ચેહરો જાહેર થયા બાદ આપમાં કેટલાય આંતરિક વિખવાદ પણ જોવા મળ્યા જેમાં એક મોટો જટકો હતો ઇન્દ્રનીલ રાજગુરુનું રાજીનામું અને કોંગ્રેસમાં ઘર વાપસી હવે આજે કોના નામ જાહેર થશે અને આજે કેટલા વિવાદો સામે આવશે એ થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે 

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ કાર્યક્રમો પણ કરી રહ્યા છે . કેટલાક રોડ શો પણ કરવાના છે અને આજે લિસ્ટ જાહેર થાય છે 

આમ આદમી પાર્ટી એ આજે ૧૦ મુ ઉમેદવાર લીસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં આજે  વધુ ૨૧ ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને  અત્યાર સુધી કુલ ૧૩૯ ઉમેદવાર જાહેર કર્યા.છે . આજેના લિસ્ટમાં આ નામ છે સામેલ 

૧ વાવ થી ડોક્ટર ભીમ પટેલ

૨ ઠક્કરબાપાનગર થી સંજય મોરી

૩ બાપુનગર થી રાજેશભાઈ દીક્ષિત

૪ દસ્કોઈ થી કિરન પટેલ

૫ ધોળકા થી જાત્તુબા ગોલ

૬ ધાંગધ્રા થી વાગજીભાઈ પટેલ


૭ વિરમગામ થી કુંવરજી ઠાકોર

૮ માણાવદર થી કરશન બાપુ ભદ્રકા

૯ ધારી થી કાંતિભાઈ સતાસિયા

૧૦ સાવરકુંડલા થી ભરત નાકરની

૧૧ મહુવા અમરેલી થી અશોક જોલિય

૧૨ તળાજા થી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ

૧૩ ગઢડા થી રમેશ પરમાર

૧૪ ખંભાત થી ભરતસિંહ ચાવડા

૧૫ સોજીત્રા થી મનુભાઈ ઠાકોર

૧૬ લીમખેડા થી નરેશ પુનાભાઈ બારીયા

૧૭ પાદરા થી જયદીપસિંહ ચૌહાણ

૧૮ વાગરા થી જયરાજ સિંઘ

૧૯ અંકલેશ્વર થી અંકુર પટેલ

૨૦ માંગરોળ બારડોલી થી સ્નેહલ વસાવા

૨૧ સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવી


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?