ઠાસરા અપડેટ : શિવજીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા મામલે આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 15:47:30

ગઈકાલથી દરેક જગ્યા પર ખેડા જિલ્લાના ઠાસરામાં થયેલા પથ્થરમારાની વાતો થઈ રહી છે. ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણી અમાસ નિમિત્તે શિવજીની શોભાયાત્રા નિકળી હતી. શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતા માહોલ ગરમાયો હતો. આ પથ્થરમારામાં બે પોલીસ જવાન અને 1 પીએસઆઈ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધી 11 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

 પોલીસે આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં બે કાઉન્સિલર પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા નામો આ પ્રમાણે છે - 1. મહંમદ અબરાર રિયજુદિંન સૈયદ (કાઉન્સિલર), 2. રુક્મુદ્દીન રિયાકત અલી સૈયદ (કાઉન્સિલર), 3. અસ્પાકભાઈ મજીમ મિયાં બેલીમ, 4. જયીદ અલી મહંમદ અલી સૈયદ, 5. ફિરોઝ મજીદ ખાન પઠાણ, 6. સૈયદ નીયાજઅલી મહેમુદઅલી, 7. પઠાણ ઈમરાન ખાન અલી ખાન, 8. સૈયદ ઈર્શાદ અલી કમર અલી, 9. સૈયદ શકીલ અહેમદ આસિફ અલી, 10. મલેક સબીર હુસેન અહેમદ મિયા, 11. જુનેદ.

ઘટના બાદ ગોઠવી દેવાયો હતો ચૂસ્ત પોલીસબંદોબસ્ત 

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે અનેક જગ્યાઓ પર શિવજીની શોભાયાત્રા નીકળતી હોય છે. ત્યારે ખેડા જિલ્લાના ઠાસરામાં પણ શ્રાવણી અમાસ નિમિત્તે શિવજીની શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. શિવજીની શોભાયાત્રા દરમિયાન બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લાની LCB,SOG સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ડીવાયએસપી પણ ઠાસરા આવી પહોંચ્યા હતા. પોલીસે ચાંપતો બંદોબસ્ત હાલ સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે. શિવજીની સવારી પર પથ્થરમારો કરનારા સામે પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે કરફ્યુના કારણે અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે.   

 શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મામલે અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. શોભાયાત્રાના સંગઠન દ્વારા પણ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદોમાં પથ્થરમારાની વિવિધ ઘટનાઓ સહિત નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.

2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ


ઠાસરામાં શિવજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા દરમિયાન મોટા પથ્થરો અને ઇંટો ફેંકાતા 2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ થયા છે. પથ્થરબાજોને શોધવા ઠાસરામાં કોમ્બિંગ શરૂ કર્યું છે. ડાકોર, સેવાલિયાથી પણ ઠાસરામાં પોલીસ બોલાવાઈ હતી. આખું ઠાસરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પથ્થરમારા બાદ ઠાસરાના બજારો બંધ કરી દેવાયા હતા. સમગ્ર ખેડા જિલ્લાની પોલીસ ઠાસરામાં તૈનાત કરી દેવાઇ છે. તોફાની તત્વોએ મહાદેવની સવારી સાથે ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. 


કઈ રીતે શાંતિ ડહોળાઈ?


જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ  ઘટના બાબતે જણાવ્યું હતું કે ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવજીની શ્રાવણના છેલ્લા દિવસે એટલે અમાસના રોજ પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા બપોરે નીકળી ડીજેના તાલ સાથે શહેરના બજાર વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચી હતી. બપોરે 1:00 વાગ્યે આ નીકળેલી શોભાયાત્રામાં લગભગ 700 થી 800 માણસો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા છુટા ઈંટો મારવામાં આવી હતી, આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. આ દરમિયાન શોભાયાત્રામાં એકાએક પથ્થરમારો થતાં શોભાયાત્રામાં હાજર ભક્તોમાં નાસભાગ મચી જવા પામી હતી. પથ્થરમારો થતાં ભારે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા છુટી ઈંટો મારવામાં આવી હતી. ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. શોભાયાત્રામાં પોલીસના બે કોન્સ્ટેબલ અને એક પીએસઆઇ ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે ત્વરીત કામગીરી કરી છે. 11 લોકો વિરૂદ્ધ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?