થાનગઢ હત્યાકાંડ : આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત, SITની રચના થયે આટલા વર્ષો થયા પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-12 18:45:31

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે આશા હોય છે કે સારી રીતે તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ અનેક વખત એસઆઈટી દ્વારા કરાતી તપાસ અનેક સવાલો ઉભા કરે છે.. ઘણા કિસ્સાઓ એવા છે જેમાં વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો. આવો જ એક કિસ્સો છે 2012માં થયેલા થાનગઢ હત્યાકાંડનો.. 


SITની રચના થાય છે ત્યારે પીડિત પરિવારને ન્યાયની આશા હોય છે.. 

વર્ષ 2012માં થાનગઢમાં હત્યાકાંડ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા... ત્રણ લોકોના મોત થયા તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી ઝંખના હોય છે.. દોષિ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. એસઆઈટીની રચના બાદ આશા હોય છે કે પીડિત પરિવારને ન્યાય મળશે. પરંતુ આટલા વર્ષો બાદ પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નથી મળ્યો.. 


એસઆઈટીની રચના બાદ પણ.. 

આ મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ આટલા વર્ષો બાદ પણ ન્યાયની આશા માટે આ પરિવાર ઝંખી રહ્યો છે. SITની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે. તેવી વાત આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ દ્વારા કરવામાં આવી હતી. 



આપના પ્રતિનિધી મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત 

ત્યારે પીડિત પરિવારની મુલાકાત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લેવામાં આવી છે. એસઆઈટીનો રિપોર્ટ પરિવારને મળ્યો નથી. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ  રાજુ કરપડા, અમૃત મકવાણા, દેવકરણ જોગરાણા, અજીત ખોરાણી, દીપક ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં SIT અને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયાની પીડિત પરિવારે ફરિયાદ કરી હતી.. મહત્વનું છે કે પોલીસની ગોળીથી ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.. 




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...