વાવ વિધાનસભા બેઠકનું સમીકરણ, કોંગ્રેસની બેઠક પર કોણ પડશે ગાબડું ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 17:39:33

વાવ વિધાનસભા પર ઠાકોર ચૌધરી જીતનો માસ્ટરસ્ટ્રોક

                ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીમાં ફતેહ કરવા ઉમેદવારો થનગની રહ્યા છે. સરહદી વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જો બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસનો હાથ ભારે રહ્યો છે. જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકર જેવી ભૂમિકામાં છે. આ બે મોટા સમાજ જે તરફી ઝુકે ત્યાં જીતનો જશ્ન જામે છે.

 
ગેનીબેન ઠાકોર છે અહીંના ધારાસભ્ય

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસના ગેની બેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા હતા.ઉટપટાંગ નિવેદનોથી મીડિયા લાઇમલાઇટમાં રહેતાં ગેનીબેન ઠાકોર ધારાસભ્ય તરીકે લોકોને કોઇ ખાસ મદદ કરી શક્યા નથી તેવું ત્યાંના લોકોનું કહેવું છે દારૂબંધીની વાતો અને વિરોધ કરતા ગેનીબેનના જ વિસ્તારમાં દારૂ વેચાય છે અને તેમને આ બાબતે પૂછતાં તેઓ પોલીસ અધિકારીઓને આ બાબતે જવાબદાર માને છે

 

વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો

વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. અહીં વર્ષ 1967થી 2017 સુધી કુલ 12 ચૂંટણીઓ થઇ થઇ છે અને આ 12 ચૂંટણીમાંથી 7 વખત કોંગ્રેસે જીતનો પરચમ લહેરાવ્યો છે. 2017માં કોંગ્રેસે પરચમ લહેરાવ્યો હતો વાવ વિધાનસભાના 2017ના આંકડાઓ પર નજર કરીયે...

 
કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં 6655 મતોથી જીત મેળવી હતી
2017માં કોંગ્રેસના ઉમેદવારને 49.0 ટકા વોટ મળ્યા હતા
2017માં ભાજપના ઉમેદવારને 45.82 ટકા વોટ મળ્યા હતા
2011ની વસ્તી ગણતરી મુજબ 3,69,497 મતદારો છે.
2017ની વિધાનસભામાં 81.22 ટકા મતદાન નોંધાયું હતું

 


વાવ બેઠક પર આવા છે જાતિગત સમીકરણો

નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગમાં વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો, આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે.

 

AAPની આ બેઠક પર શું રણનીતિ હોઈ શકે ?

જો ચૂંટણી વિશ્લેષકોનું માનીએ તો અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મેદાનમાં છે. તેથી ગુજરાતની ઘણી વિધાનસભા બેઠકો પર સ્પર્ધા રસપ્રદ બની શકે છે.વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. જો કે આ વખતે ચૂંટણીમાં ટ્વિસ્ટ આવી શકે છે.અને કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર પક્ષ મહત્વનો નથી પણ ઉમેદવાર કયા સમાજમાંથી આવે છે એ મહત્વનું છે વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે, લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.આ તમામ ઘટનાઓની વચ્ચે હવે જોવાનુ એ રહેશે કે આગામી 2022 ની ચૂંટણીમાં કયો પક્ષ પોતાની જીત માટે કેવી તૈયારી કરે છે અને કયા સમીકરણો જનતાને આકર્ષવામાં સફળ રહે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?