થાઈલેન્ડની ઘટના , પૂર્વ પોલીસએ ચાઇલ્ડ કેર કેન્ટરમાં કરી ફાઇરિનગ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:57:44

ગુરુવારે થાઈલેન્ડમાં એક મોટી ઘટના બની જેમાં એક હુમલાખોરે એક ચાઇલ્ડકેર સેન્ટરમાં ફાઇરિનગની ઘટના સામે આવી છે ઘટનામાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે. ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી. અને હુમલાખોર પૂર્વ પોલીસ અધિકારી હતો એને ડ્રગ્સના કેસમાં કાઢી મૂકવામાં આવ્યો હતો અને ઘટના ને અંજામ આપી તેને આત્મહત્યા કરી લીધી અને આની પેહલા તેને તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરીનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પહેલા ચાઈલ્ડ કેર સેન્ટરના સ્ટાફના 5 લોકોને માર્યા હતા, જેમાં 8 માસની ગર્ભવતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે.

 

ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે જણાવ્યું હતું કે 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. તેમણે પુષ્ટિ કરી છે કે પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 12 લોકો ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ગંભીર છે.




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.