અમેરિકાના ટેક્સાસમાં એક હુમલાખોરે ગોળીબાર કરીને 8 લોકોની હત્યા કરી નાખી છે. આ ગોળીબાર મોલમાં એ સમયે થયો હતો જ્યાંરે મોટી સંખ્યામાં લોકો વીકએન્ડ શોપિંગ માટે આવ્યા હતા. એલન શહેરની ભયાનક ઘટનામાં એક બાળકનું પણ મોત થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર પણ માર્યો ગયો છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના તેણે એકલા હાથે કરી હતી. હાલ હોસ્પિટલમાં સાત લોકો સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ મહિલાઓની હાલત નાજુક છે.
US: Nine people hospitalised after shooting at Allen Premium Outlets in Texas
Read @ANI Story | https://t.co/cUUr84X3B2#Texas #US #AllenPremiumOutlets #UnitedStates #AllenPoliceDepartment pic.twitter.com/4Jrs8xEtkl
— ANI Digital (@ani_digital) May 7, 2023
લોકોના ઘટના સ્થળે જ મોત
US: Nine people hospitalised after shooting at Allen Premium Outlets in Texas
Read @ANI Story | https://t.co/cUUr84X3B2#Texas #US #AllenPremiumOutlets #UnitedStates #AllenPoliceDepartment pic.twitter.com/4Jrs8xEtkl
એલન સિટીના ફાયર ચીફ જોનાથન બોયડે જણાવ્યું હતું કે હુમલાખોર સહિત કેટલાક લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. એલનના પોલીસ વડા બ્રાયન હાર્વેએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળીને એક પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરને ઘેરી લીધો હતો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું છે કે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
ગવર્નર ગ્રેગ એબોટે 'અકથ્ય દુર્ઘટના' ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ સ્થાનિક અધિકારીઓને તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. પોલીસે મોલમાં આવેલા લોકોને ઘટના સમયે બનાવેલા વીડિયો માટે પૂછ્યું છે. આવા લોકોને FBIનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.