શાળામાં નવા શેક્ષણિક કાર્યનો આરંભ થઈ ગયો છે.. ભણવા માટે બાળકો તો શાળામાં આવે છે પરંતુ ત્યાં શિક્ષકો નથી હોતા.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ.. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતીની માગ તેઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી હતી ત્યારે હવે જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આને લઈ વાત કરી રહ્યા છે..
જીગ્નેશ મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે..
આવતી કાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે... ત્યારે આને લઈ જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે તે આપણે જાણીએ છીએ. 70 હજારની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ પર ન્યુઝ બનાવી રહ્યા છે, છતાંય આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી.. ટેટ ટાટ જેણે પણ પાસ કરી તે ઉમેદવાર મિત્રને નોકરી પર રાખવામાં આવે, કાયમી નોકરીએ રાખવામાં આવે તે વાતને લઈ તેઓ 18મી તારીખે આંદોલન કરવાના છે.
ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ...
તે સિવાય તેમણે લોકોને આ આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરી હતી. ગુજરાતની અંદર આ 70 હજાર શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશિલ ગુજરાત બની શકશે..મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, અનેક વખત આંદોલન કરવામાં આવ્યું. પરંતુ હજી સુધી તેમનો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...