ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે Tet Tat પાસ ઉમેદવારો કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને રદ કરી તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે અને વિવિધ રીતે પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે . ઉત્તરાયણના દિવસે પણ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો..
ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકો ભરતીની માગ
સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વિડિઓ બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.
સ્લોગન લખી ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ
પતંગ ઉડાવવાનો દિવસ એટલે ઉતરાયણ...પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ઉતરાયણના દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો. પતંગ પર સ્લોગન લખી પતંગ ઉડાવ્યા હતા. આ અલગ અલગ પતંગોમાં લખવામાં આવ્યું હતું કે જ્ઞાન સહાયક રૂપી કલંક હટાવો, શિક્ષકોની કાયમી ભરતી કરો સાથે સાથે બાળકોએ પણ પતંગ હાથમાં પકડી સોશિયલ મીડિયામાં ફોટોસ શેર કર્યા હતા જેમાં લખ્યું હતું કે અમારે ભણવું છે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો
સોશિયલ મીડિયાનાા સહારે છે ઉમેદવારો
ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે